સૌગંધ મુઝે ઈસ મિટ્ટીકી , મૈં દેશ નહીં મિટને દૂંગા !મૈં દેશ નહીં રુકને દૂંગા, મૈં દેશ નહી ઝુકને દૂંગા !હા જી હા ,આજે ર૩મીમેંચૂંટણીના પરિણામના દિવસે હું પણ આનંદના આંસુઓ સાથે ,ભારતના કરોડો ભારતવાસીઓ સાથે ,મહાનાયકના મહાવિજયની ખુશી મનાવી એ જ લાગણીની પરાકાષ્ઠા અનુભવી રહી છું. દેશવાસીઓએ આપણા સૌના લાડીલા નેતા ,દેશપ્રેમની મિસાલ એવા શ્રી નરેન્દ્ર મોદીને ચૂંટીને એક વ્યક્તિ કે એક સરકારને જ નહી પણ ભારતની ભાવી પેઢીના અને દેશના ઉજ્જવળ ભવિષ્યને ચૂંટ્યું છે.સફરમેં ધૂપ તો હોગી ,જો ચલ સકો તો ચલો,સભી હૈ ભીડમેં ,તુમ ભી નિકલ સકો તો ચલો…..યહાં કોઈ કીસીકો રાસ્તા નહીં દેતા, મુઝે ગિરાકે તુમ સંભલ સકો તો ચલેા……આ નિદા ફાઝલીની ગઝલને અનુસરનાર યુવાવસ્થાથી જ દેશને વરનાર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનાઅનુયાયી મોદીજી એક અદના દેશસંત છે. આજે સ્વર્ગમાંથી વીર સાવરકરજી,ડો.હેડગેવારજી અને ગુરુજી તેમની ડબડબાઈ આનંદભરી આંખોથી મોદીજીને આશીર્વાદ વરસાવી રહ્યા હશે .તેમના સપનાનું ભારત હવે તેમને ચોક્કસ જોવા મળશે કારણ ભારતદેશની ડોર હવે “ પ્રારબ્ધને અહીંયા ગાંઠે કોણ? હું પડકાર ઝીલનારો માણસ છું” કહેનાર છપ્પન ઈંચની છાતીવાળા ,ખરા અર્થમાં દેશસેવકનાં હાથમાં આવી છે.આવા ભારતના વીર સપૂતને અમેરિકામાં રહીને ,ટી.વી. પર જોઈને ,મારા હ્રદયની સઘળી સંવેદનાનો જુવાળ ,કોઈ અનેરા આનંદ સાથે ખળભળી ઊઠયો અને હું પહોંચી ગઈ મારા પિતાના ઘરમાં જયાં મેં કેટલાેક સમય નરેન્દ્રભાઈ સાથે વિતાવ્યો હતો.રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક,સેવક અને ચુસ્ત અનુયાયી પિતા માણેકલાલના ત્યાં જન્મેલ અમે સૌ ભાઈબહેનને સંઘના અનેક મહાનુભાવોને મળવાનો લહાવો મળેલ. સંઘના અનેક પ્રચારકો,સર સંઘચાલકો અને નેતાઓ જેવાકે શ્રી શૈષાદ્રીજી,શ્રી સિકંદર બખ્તજી,શ્રી અટલજી,શ્રી મુરલી મનોહર જોષીજી,શ્રી અડવાણીજી અને શ્રી નરેન્દ્ર ભાઈ મોદીજીની અવરજવર અમારા ઘેર રહેતી.એ સમય હતો જ્યારે નરેન્દભાઈ સંઘના પ્રચારક હતા.અમારે ઘેર સંઘના અનેક પ્રચારકોની જેમ તે પણઅનેક વાર જમવા અને કામ અંગે પિતાને મળવા આવતા.૧૯૭૫માં ઈન્દીરાજીએ જાહેર કરેલ પ્રેસ ઈમરજન્સી દરમ્યાન લોકો પર થયેલ અત્યાચારેાથી વાકેફ કરવા અંગેની મીટિંગઅમારે ત્યાં થતી.ત્યારે હું પણ મારા દીકરાનાે જન્મ થએલ તેથી ત્યાંજ હતી તેથી મોદીજીને દરરોજ મળવાનું થતું. પ્રેસ હોવાને નાતે મારા પિતાને જેલમાં જવું પડ્યું ત્યારે તે અમને અમારા વડીલબંધુની જેમ હૂંફ આપતા.ત્યારબાદ મુરલી મનોહર જોષીજીની આગેવાની હેઠળ શ્રીનગરમાં ભારતનો ધ્વજ લહેરાવવા ,ત્યાંના ભારત વિરુદ્ધ નાજુક વાતાવરણમાં મારા પિતા અને નરેન્દ્રભાઈ પણ સાથે ગયા હતા.કાશ્મીરથી પાછા ફરીને નરેન્દભાઈએ જે જોશપૂર્વક આખા પ્રસંગનો અમારી સમક્ષ આંખે દેખ્યો અહેવાલ, મારા પિતાને ઘેર બેસીને આપ્યો હતો તે આજે પણ મને યાદ છે.)સંઘના પ્રચારક તરીકે દેશાટન કરીને ખરા અર્થમાં તેમણે દેશના લોકોની મુશ્કેલીઓને જાણી છે. તેની જાણ તો સૌ કોઈને છે પરતું અમારા ઘરના દરેક સુખદુ:ખના પ્રસંગે ,મારા ભાઈ,માતા કે પિતાનું મૃત્યુ હોય કે ભાઈની દીકરીના લગ્ન હોય તે સમયે તે ગુજરાતના મુખ્યપ્રધાન પદ પર હોય કે વડાપ્રધાન પદની ચુંટણીમાં અતિ વ્યસ્ત હોય તે અમારા અંગત કુટુંબીજનની જેમ હૂંફ આપવા હાજર હોય જ. ગુજરાતના મુખ્યમંત્રી બન્યા પછી પણ તેમના કોઈ અંગત કામથી મારો ભાઈ તેમના નિવાસે જાય તો તેને શું જમવાનું ગમશે? તે વિચારી તે અંગેના સૂચનો પણ સેક્રેટરીને આપીને જતા અને કહેતા સૂર્યાબેન મારી માતા તેમને હમેશાં ગમતા ફરસાણ અને મિષ્ટાન્ન જમાડતા.તેમણે દેશ માટે કરેલ કામો માટે અને એક અદના ચાહીતા વડાપ્રધાન તરીકે તો તેમને આખી દુનિયા જાણે છે.પરતું એક મહા સન્માનનીય હોદ્દે પહોંચ્યા પછી પણ જૂના સંબંધોની ગરિમાને આવી સરસ રીતે જાળવી રાખવા બદલ તેમને સલામ કરવાનું મન થાય છે. સંઘનાં સદસ્ય બનવા માટે દેશના આજીવન સેવક બનવાની પ્રતિજ્ઞાનું તેઓ શબ્દશ: પાલન કરે છે.આવા દેશભક્તને શત શત વંદન.તેમને આજે ફરીથી વડાપ્રધાન પદ માટે ચૂંટાઈ આવેલ જોઈને ,અમારા એક અંગત કુંટુંબીજન હોય તેમ મારું અંતર અનોખા આનંદથી ઊભરાઈ રહ્યું છે.તેમના વ્યક્તિત્વની ઓળખાણ તેમની આ કવિતા દ્વારા જ રજૂ કરીશ.મુઠ્ઠી મેં કુછ સપને લેકર,ભરકર જેંબોંમેં આશાએં……દિલમેં હૈ અરમાન યહી,કુછ કર જાએં,કુછ કર જાએં…..સૂરજ સા તેજ નહી મુઝમેં, દીપકસા ચલતા દેખોગે….અપની હદ રોશન કરને, તુમ મુઝકો કબ તક રોકોગે??તુમ મુઝકો કબ તક રોકોગે?મૈં ઉસ માટીકા વૃક્ષ નહીં, જિસકો નદીઓને સીંચાં હૈ….બંજર માટીમેં પલકર મૈંને ,મૃત્યુસે જીવન ખીંચા હૈ….મૈં પત્થર પર લીખી ઈમારત હું,શીશે સે કબ તક તોડોગે??મિટનેવાલા મૈં નામ નહીં, તુમ મુઝકો કબ તક રોકોગે?? તુમ મુઝકો કબ તક રોકોગે?ઈસ જગમેં જિતને જુલ્મ નહીં,ઉતને સહનેકી તાકત હૈં….તાનોં કે ભી શોરમેં રહકર, સચ કહનેકી આદત હૈ….મૈં સાગરસે ભી ગહેરા હું, તુમ કિતને કંકંડ ફેંકોંગે?ચુન ચુન કર આગે બઢુઁગાં મૈં ,તુમ મુઝકો કબ તક રોકોગે ?તુમ મુઝકો કબ તક રોકોગે?ઝુક ઝુક કર સીધા ખડા હુઆ,અબ ફિર ઝુકનેકા શૌખ નહીં ….અપનેહી હાથો રચા સ્વયંમ્, તુમસે મિટનેકા ખોફ નહીં….તુમ હાલાતોંકી ભઠ્ઠીમેં,જબ જબ ભી મુઝકો ઝોકોગેં ,તબ તબ સોના બનુંગાઁ મૈં…તુમ મુઝકો કબ તક રોકોગે? તુમ મુઝકો કબ તક રોકોગે? તુમ મુઝકો કબ તક રોકોગે?