સંવેદનાના પડઘા-૪૦ સુમન

સુમનના લગ્નની આજે પહેલી જ રાત હતી.તેને રુમમાં બેસાડીને તેની દૂરની નણંદો ઠઠ્ઠા મશ્કરી કરતી “ભાભી મારા ભાઈ પાસેથી બહુ મોંઘી ભેટ ન માંગતા,જલ્દી માની જજો” કહી હસતી હસતી
જતી રહી.સુમન હારતોરા અને દાગીનાનો ભાર શરીર પરથી હળવો કરવાની સાથે રુમની અસ્તવ્યસ્ત ગોઠવણી પર પણ નજર ફેરવી રહી હતી.ત્યાંજ તેના પતિ રમણભાઈ પહેલવાનનો અંદર આવવાનો અવાજ સંભળાયો.તે શરમાઈને લાજ કાઢી કેટલીએ આશાઓ સાથે પલંગ પર એકબાજુ બેસી ગઈ.રમણભાઈએ આવીને તેમના ભારેખમ અને રૂઆબદાર  અવાજમાં કીધું” તમે થાકેલા છો !સૂઈ જાઓ ,બાકીની વાત કાલે કરીશું”

સુમનને તો કંઈ જ સમજાયું નહી પણ તે ખૂબ અચંબામાં પડી ગઈ! તેના લગ્ન ગોઠવાયા હતા ત્યારે બધા કહેતા હતા કે રમણભાઈથી તો બધા ગભરાય.પહેલવાની કરીને કસાયેલું શરીર અને શહેરની
સૌથી સારી ચાર સ્કૂલ અને કોલેજના પી.ટી.સર,તેમની એક બૂમથી બધા છોકરાં ગભરાય.સ્કૂલનાં
પ્રિન્સિપાલ સરોજિની સાથે રમણભાઈનાં સુંવાળા સંબંધ,તે આખું  શહેર જાણે.રમણભાઈનાં ઘરમાં તેમની ઘરડી મા અને તે પણ સાવ ભલા,તે સિવાય કોઈ નહી.

સુમન તો ખૂબ દેખાવડી અને ઘરનાં કામકાજ ,ચીવટ અને હોશિયારીમાં તો કોઈ તેને ન પહોંચે. અઠવાડિયામાં તો તેણે ઘરને ચોખ્ખું ચણાક કરી સુપેરે ગોઠવી જાણે ઘરની સિકલ જ ફેરવી નાંખી.તેમના લગ્નને અઠવાડિયું થઈ ગયું પણ રમણભાઈ તો સુમનના રુમમાં આવ્યા જ નહી.તેતો રાત્રે મોડા ઘેર આવી બીજા રુમમાં જ સુવે.

એક દિવસ સાંજે જમવાની થાળી પીરસતાં સુમને પૂછ્યું”મારી શું ભૂલ થઈ છે?મને કંઈ કહેશો?”
ત્યારે રમણભાઈએ કીધું” મારે સરોજિની મારી સ્કૂલની પ્રિન્સિપાલ સાથે સંબંધ છે. તમારી સાથે તો મેં કુંટુંબીજનો અને માના આગ્રહને કારણે જ લગ્ન કર્યા છે.તમને મેં ઘર અને માને સરસ રીતે સાચવતા જોયાં .તમે તમારું ઘર સમજી અહીં રહી શકો છો.મારી પાસે બીજી કોઈ અપેક્ષા રાખશો નહી.

સુમનના બધાં અરમાનો પર પાણી ફરી વળ્યું હતું.તે સાવ ભાંગી પડી હતી.તેના મા-બાપ તેને ચાર વર્ષની મૂકીને ટી.બી.માં ગુજરી ગયા હતા.ફોઈ-ફૂઆએ તેને ઉછેરીને મોટી કરી હતી.તેની પાછળ ફોઈને ચાર દીકરી અને એક દીકરો હતો.એક આવકમાં પરાણે બધા બે ટંક ખાવા ભેગા થતા.તેને પંદર વર્ષની થતાં તો કંકું અને કન્યા ના વાયદે પરણાવી દીધી હતી.રમણભાઈની અને સરોજિનીની વાત સમાજમાં બધાં જાણતાં એટલે તેમને પણ કન્યા મળતી નહી.તેથી સુમનના ફોઈએ જેવી હા પાડી તે રમણભાઈએ સમાજને બતાડવા કે પોતે ચોખ્ખા છે , સુમન સાથે લગ્ન કરી લીધા.

સુમને વિચાર્યું કે ફોઈના ઘેર પાછી જઈને સભીડા ઘરમાં ઓશિયાળી થઈ જીવું એના કરતાં અહીં રહું તો મારી રીતે સ્વતંત્ર અને સમાજમાં મારું ઘર છે તેમ તો કહેવાય.અહીં કોઈની ખટપટ પણ નથી અને ખાધેપીધે પણ સુખ છે.અને એણે તેની જિંદગી અહીં વિતાવવાનું નક્કી કરી લીધું.

રમણભાઈ સવારની ચા જ ઘેર પીતા.સવારનો નાસ્તો અને બપોરનું જમવાનું તો સ્કૂલે જતાં અને પાછા આવતાં સરોજિની સાથેજ કરતા.રમણભાઈ તેમનું બાઈક લઈને સવારમાં જતાં ત્યારે સુમન ઝાંપો ખોલવા બહાર આવતી.રમણભાઈ જઉં છું એવું પણ તેને કહેતા નહી. ત્યારે ફોઈના ઘરની બાજુમાં રહેતો રાજુ તેને યાદ આવી જતો.

ઘરની બહાર કામે જતા પહેલા તે સાઇકલની ઘંટડી વગાડતો.જેવી તેની ઘંટડી વાગતી કે સુમન દોડતી બહાર આવી જતી.એની નજર સાથે નજર મેળવતા જ જાણે મીઠા પ્રેમનું એક લખલખું સુમનના શરીરમાંથી પસાર થઈ જતું.સુમનનાં હાથના બનાવેલ દૂધીના મુઠિયા અને ખાટાં ઢોકળાં રાજુને બહુ ભાવતા.અઠવાડિયામાં એક વાર બનાવી વાટકીમાં તે તેને આપવા જતી .એકવાર તેના ઘરમાં રાજુ સાવ એકલો હતો.સુમન તેના ઘેર ઢોકળાં આપવા ગઈત્યારે તેનો હાથ પકડી લઈ રાજુએ તેની આંખમાં આંખ પરોવી કહ્યું “ એય !સુમી,તું હંમેશને માટે મારી થઈ જા,હું તને કેવીરીતે સમજાઉં કે હું તને કેટલો પ્રેમ કરું છું” પણ સુમીની પાછળ ફોઈની ચાર દીકરીઓ હતી તેના માટે આવું વિચારવું જ શક્ય નહોતુ.તેને પણ રાજુ ખૂબ ગમતો.નવરંગપુરા ગામમાં તેમનું અડીઅડીને જ ઘર હતું.ઉનાળામાં રાત્રે ઘરની બહાર ખાટલા પાથરી બધા લાઈનસર સૂઈ જતા.ચાંદની રાતમાં ચાંદનીના અજવાળામાં ક્યાંય સુધી દૂરથીજ બંને એકબીજાને પાસુ ફેરવી જોતા રહેતા અને પોતાના પ્રેમની ચાંદની એકબીજા પર વરસાવતા રહેતા.સુમનને બરફનો ગોળો બહુ ભાવતો.રાજુ સુમનને ગોળો ખવડાવવા ફોઈની ચાર છોકરીઓને પણ ગોળો ખવડાવતો.

લગ્નનાં આગલે અઠવાડિયે કંકોતરી કાઢી તે દિવસે લાવસી આપવા સુમી રાજુના ત્યાં ગઈ ત્યારે જ તેણે રાજુને કહી દીધું”આ જનમની છેલ્લી વારની મારા હાથની લાવસી ખાઈલે.હવે આ જન્મનો આપણો સંબંધ પૂરો હવે આવતે જન્મે મળીશું.

લગ્ન પછી પણ સાવ એકલી પડી ગએલ સુમી રાજુનેા વિચાર કરતી અને તેની આંખો અવિરત વહેવા લાગતી…..

તે વિચારતી ભગવાન આતો કેવો ભેદ!! પુરુષ માણસ આમ છતી પત્નીએ ખુલ્લેઆમ બીજી સ્ત્રી સાથે સંબધ રાખી શકે!અને સ્ત્રીના પ્રેમ અંગે જો જરાક હવા પણ પ્રસરે તો તે બદનામ થઈ જાય અને ભૂલમાં પણ તેના સાસરાવાળા કે તેના પતિને ખબર પડે તો તરત જ તેને પિયર ભેગી કરી દે!!

Sent from my iPad

સંવેદનાના પડઘા-૪૦ સુમન

સુમનના લગ્નની આજે પહેલી જ રાત હતી.તેને રુમમાં બેસાડીને તેની દૂરની નણંદો ઠઠ્ઠા મશ્કરી કરતી “ભાભી મારા ભાઈ પાસેથી બહુ મોંઘી ભેટ ન માંગતા,જલ્દી માની જજો” કહી હસતી હસતી
જતી રહી.સુમન હારતોરા અને દાગીનાનો ભાર શરીર પરથી હળવો કરવાની સાથે રુમની અસ્તવ્યસ્ત ગોઠવણી પર પણ નજર ફેરવી રહી હતી.ત્યાંજ તેના પતિ રમણભાઈ પહેલવાનનો અંદર આવવાનો અવાજ સંભળાયો.તે શરમાઈને લાજ કાઢી કેટલીએ આશાઓ સાથે પલંગ પર એકબાજુ બેસી ગઈ.રમણભાઈએ આવીને તેમના ભારેખમ અને રૂઆબદાર  અવાજમાં કીધું” તમે થાકેલા છો !સૂઈ જાઓ ,બાકીની વાત કાલે કરીશું”સુમનને તો કંઈ જ સમજાયું નહી પણ તે ખૂબ અચંબામાં પડી ગઈ! તેના લગ્ન ગોઠવાયા હતા ત્યારે બધા કહેતા હતા કે રમણભાઈથી તો બધા ગભરાય.પહેલવાની કરીને કસાયેલું શરીર અને શહેરની
સૌથી સારી ચાર સ્કૂલ અને કોલેજના પી.ટી.સર,તેમની એક બૂમથી બધા છોકરાં ગભરાય.સ્કૂલનાં
પ્રિન્સિપાલ સરોજિની સાથે રમણભાઈનાં સુંવાળા સંબંધ,તે આખું  શહેર જાણે.રમણભાઈનાં ઘરમાં તેમની ઘરડી મા અને તે પણ સાવ ભલા,તે સિવાય કોઈ નહી.

સુમન તો ખૂબ દેખાવડી અને ઘરનાં કામકાજ ,ચીવટ અને હોશિયારીમાં તો કોઈ તેને ન પહોંચે. અઠવાડિયામાં તો તેણે ઘરને ચોખ્ખું ચણાક કરી સુપેરે ગોઠવી જાણે ઘરની સિકલ જ ફેરવી નાંખી.તેમના લગ્નને અઠવાડિયું થઈ ગયું પણ રમણભાઈ તો સુમનના રુમમાં આવ્યા જ નહી.તેતો રાત્રે મોડા ઘેર આવી બીજા રુમમાં જ સુવે.

એક દિવસ સાંજે જમવાની થાળી પીરસતાં સુમને પૂછ્યું”મારી શું ભૂલ થઈ છે?મને કંઈ કહેશો?”
ત્યારે રમણભાઈએ કીધું” મારે સરોજિની મારી સ્કૂલની પ્રિન્સિપાલ સાથે સંબંધ છે. તમારી સાથે તો મેં કુંટુંબીજનો અને માના આગ્રહને કારણે જ લગ્ન કર્યા છે.તમને મેં ઘર અને માને સરસ રીતે સાચવતા જોયાં .તમે તમારું ઘર સમજી અહીં રહી શકો છો.મારી પાસે બીજી કોઈ અપેક્ષા રાખશો નહી.

સુમનના બધાં અરમાનો પર પાણી ફરી વળ્યું હતું.તે સાવ ભાંગી પડી હતી.તેના મા-બાપ તેને ચાર વર્ષની મૂકીને ટી.બી.માં ગુજરી ગયા હતા.ફોઈ-ફૂઆએ તેને ઉછેરીને મોટી કરી હતી.તેની પાછળ ફોઈને ચાર દીકરી અને એક દીકરો હતો.એક આવકમાં પરાણે બધા બે ટંક ખાવા ભેગા થતા.તેને પંદર વર્ષની થતાં તો કંકું અને કન્યા ના વાયદે પરણાવી દીધી હતી.રમણભાઈની અને સરોજિનીની વાત સમાજમાં બધાં જાણતાં એટલે તેમને પણ કન્યા મળતી નહી.તેથી સુમનના ફોઈએ જેવી હા પાડી તે રમણભાઈએ સમાજને બતાડવા કે પોતે ચોખ્ખા છે , સુમન સાથે લગ્ન કરી લીધા.

સુમને વિચાર્યું કે ફોઈના ઘેર પાછી જઈને સભીડા ઘરમાં ઓશિયાળી થઈ જીવું એના કરતાં અહીં રહું તો મારી રીતે સ્વતંત્ર અને સમાજમાં મારું ઘર છે તેમ તો કહેવાય.અહીં કોઈની ખટપટ પણ નથી અને ખાધેપીધે પણ સુખ છે.અને એણે તેની જિંદગી અહીં વિતાવવાનું નક્કી કરી લીધું.

રમણભાઈ સવારની ચા જ ઘેર પીતા.સવારનો નાસ્તો અને બપોરનું જમવાનું તો સ્કૂલે જતાં અને પાછા આવતાં સરોજિની સાથેજ કરતા.રમણભાઈ તેમનું બાઈક લઈને સવારમાં જતાં ત્યારે સુમન ઝાંપો ખોલવા બહાર આવતી.રમણભાઈ જઉં છું એવું પણ તેને કહેતા નહી. ત્યારે ફોઈના ઘરની બાજુમાં રહેતો રાજુ તેને યાદ આવી જતો.

ઘરની બહાર કામે જતા પહેલા તે સાઇકલની ઘંટડી વગાડતો.જેવી તેની ઘંટડી વાગતી કે સુમન દોડતી બહાર આવી જતી.એની નજર સાથે નજર મેળવતા જ જાણે મીઠા પ્રેમનું એક લખલખું સુમનના શરીરમાંથી પસાર થઈ જતું.સુમનનાં હાથના બનાવેલ દૂધીના મુઠિયા અને ખાટાં ઢોકળાં રાજુને બહુ ભાવતા.અઠવાડિયામાં એક વાર બનાવી વાટકીમાં તે તેને આપવા જતી .એકવાર તેના ઘરમાં રાજુ સાવ એકલો હતો.સુમન તેના ઘેર ઢોકળાં આપવા ગઈત્યારે તેનો હાથ પકડી લઈ રાજુએ તેની આંખમાં આંખ પરોવી કહ્યું “ એય !સુમી,તું હંમેશને માટે મારી થઈ જા,હું તને કેવીરીતે સમજાઉં કે હું તને કેટલો પ્રેમ કરું છું” પણ સુમીની પાછળ ફોઈની ચાર દીકરીઓ હતી તેના માટે આવું વિચારવું જ શક્ય નહોતુ.તેને પણ રાજુ ખૂબ ગમતો.નવરંગપુરા ગામમાં તેમનું અડીઅડીને જ ઘર હતું.ઉનાળામાં રાત્રે ઘરની બહાર ખાટલા પાથરી બધા લાઈનસર સૂઈ જતા.ચાંદની રાતમાં ચાંદનીના અજવાળામાં ક્યાંય સુધી દૂરથીજ બંને એકબીજાને પાસુ ફેરવી જોતા રહેતા અને પોતાના પ્રેમની ચાંદની એકબીજા પર વરસાવતા રહેતા.સુમનને બરફનો ગોળો બહુ ભાવતો.રાજુ સુમનને ગોળો ખવડાવવા ફોઈની ચાર છોકરીઓને પણ ગોળો ખવડાવતો.

લગ્નનાં આગલે અઠવાડિયે કંકોતરી કાઢી તે દિવસે લાવસી આપવા સુમી રાજુના ત્યાં ગઈ ત્યારે જ તેણે રાજુને કહી દીધું”આ જનમની છેલ્લી વારની મારા હાથની લાવસી ખાઈલે.હવે આ જન્મનો આપણો સંબંધ પૂરો હવે આવતે જન્મે મળીશું.

લગ્ન પછી પણ સાવ એકલી પડી ગએલ સુમી રાજુનેા વિચાર કરતી અને તેની આંખો અવિરત વહેવા લાગતી…..

તે વિચારતી ભગવાન આતો કેવો ભેદ!! પુરુષ માણસ આમ છતી પત્નીએ ખુલ્લેઆમ બીજી સ્ત્રી સાથે સંબધ રાખી શકે!અને સ્ત્રીના પ્રેમ અંગે જો જરાક હવા પણ પ્રસરે તો તે બદનામ થઈ જાય અને ભૂલમાં પણ તેના સાસરાવાળા કે તેના પતિને ખબર પડે તો તરત જ તેને પિયર ભેગી કરી દે!!

Sent from my iPad

૩૬ -સંવેદનાના પડઘા- જિગિષા પટેલ

My love will you marry me?

"બેઠક" Bethak

કવિતા આજે ફરી એકવાર સજી ધજીને તૈયાર થઈ હતી. માએ દર વખતની જેમ આ વખતે પણ ગરમ નાસ્તા સાથે કોરા નાસ્તા ,એક બે મીઠાઈ ,જ્યુસ,ચા-કોફી બધું જ મહારાજ પાસે તૈયાર કરાવ્યુ હતું. પપ્પા પણ ઓફીસેથી નીકળીને વહેલા આવી નાહી -ધોઈ તૈયાર થઈ ડ્રોઈંગ રુમમાં ગોઠવાઈ ગયા હતા.મમ્મી કવિતાના રુમમાં આવી બોલી,

“ કવિ ,બેટા તૈયાર છું.વાહ! બેટા આ ડ્રેસ તો તને બહુ સરસ લાગે છે. સરસ ! બેટા હમણાં મહેમાન આવશે ,આવે પછી થોડીવાર પછી બોલાવું હો દીકરા.”

આટલું કહી મમ્મી તો બીજી તૈયારી કરવા ઝડપથી રુમની બહાર નીકળી ગઈ……..

કવિતા અરીસાની સામે બેસીને પોતાની જાતને જોઈ રહી હતી.એના માટે આમ તેને જોવા આવતા
આ નહી નહી તો યે પાંત્રીસ – ચાલીસમાં મહેમાન હતા. કોલેજ પૂરી કરી હજુ બી.એસ.સી. નું પરિણામ પણ નહોતું આવ્યું અને આ સિલસિલો ચાલુ થઈ ગયો હતો તે બાવીસ વર્ષથી શરુ થઈને અત્યારે તેને ત્રીસમું વર્ષ બેસી ગયું હતું પણ તે ચાલુ જ હતો.

પિતાનાો વ્યાપક…

View original post 717 more words

સંવેદના ના પડઘા-૩૪ મૈં દેશ નહીં મિટને દૂંગા

 

સૌગંધ મુઝે ઈસ મિટ્ટીકી , મૈં દેશ નહીં મિટને દૂંગા !
મૈં દેશ નહીં રુકને દૂંગા, મૈં દેશ નહી ઝુકને દૂંગા !
હા જી હા ,આજે ર૩મીમેંચૂંટણીના  પરિણામના દિવસે હું પણ આનંદના આંસુઓ સાથે ,ભારતના કરોડો ભારતવાસીઓ સાથે ,મહાનાયકના મહાવિજયની ખુશી મનાવી એ જ લાગણીની પરાકાષ્ઠા અનુભવી રહી છું. દેશવાસીઓએ આપણા સૌના લાડીલા નેતા ,દેશપ્રેમની મિસાલ એવા શ્રી નરેન્દ્ર મોદીને ચૂંટીને એક વ્યક્તિ કે એક સરકારને જ નહી પણ ભારતની ભાવી પેઢીના અને દેશના ઉજ્જવળ ભવિષ્યને ચૂંટ્યું છે.
સફરમેં ધૂપ તો હોગી ,જો ચલ સકો તો ચલો,સભી હૈ ભીડમેં ,તુમ ભી નિકલ સકો તો ચલો…..
યહાં કોઈ કીસીકો રાસ્તા નહીં દેતા, મુઝે ગિરાકે  તુમ સંભલ સકો તો ચલેા……
આ નિદા ફાઝલીની ગઝલને અનુસરનાર યુવાવસ્થાથી જ દેશને વરનાર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના
અનુયાયી મોદીજી એક અદના દેશસંત છે. આજે સ્વર્ગમાંથી વીર સાવરકરજી,ડો.હેડગેવારજી અને ગુરુજી તેમની ડબડબાઈ આનંદભરી આંખોથી મોદીજીને આશીર્વાદ વરસાવી રહ્યા હશે .તેમના સપનાનું ભારત હવે તેમને ચોક્કસ જોવા મળશે કારણ ભારતદેશની ડોર હવે “ પ્રારબ્ધને અહીંયા ગાંઠે કોણ? હું પડકાર ઝીલનારો માણસ છું” કહેનાર છપ્પન ઈંચની છાતીવાળા ,ખરા અર્થમાં દેશસેવકનાં હાથમાં આવી છે.આવા ભારતના વીર સપૂતને અમેરિકામાં રહીને ,ટી.વી. પર જોઈને ,મારા હ્રદયની સઘળી સંવેદનાનો  જુવાળ ,કોઈ અનેરા આનંદ સાથે ખળભળી ઊઠયો અને હું પહોંચી ગઈ મારા પિતાના ઘરમાં જયાં મેં કેટલાેક સમય નરેન્દ્રભાઈ સાથે વિતાવ્યો હતો.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક,સેવક અને ચુસ્ત અનુયાયી પિતા માણેકલાલના ત્યાં જન્મેલ અમે સૌ ભાઈબહેનને સંઘના અનેક મહાનુભાવોને મળવાનો લહાવો મળેલ. સંઘના અનેક પ્રચારકો,સર સંઘચાલકો અને નેતાઓ જેવાકે શ્રી શૈષાદ્રીજી,શ્રી સિકંદર બખ્તજી,શ્રી અટલજી,શ્રી મુરલી મનોહર જોષીજી,શ્રી અડવાણીજી અને શ્રી નરેન્દ્ર ભાઈ મોદીજીની અવરજવર અમારા ઘેર રહેતી.
એ સમય હતો જ્યારે નરેન્દભાઈ સંઘના પ્રચારક હતા.અમારે ઘેર સંઘના અનેક પ્રચારકોની જેમ તે પણ
અનેક વાર જમવા અને કામ અંગે પિતાને મળવા આવતા.૧૯૭૫માં ઈન્દીરાજીએ જાહેર કરેલ પ્રેસ ઈમરજન્સી દરમ્યાન લોકો પર થયેલ અત્યાચારેાથી વાકેફ કરવા અંગેની મીટિંગઅમારે ત્યાં થતી.ત્યારે હું પણ મારા દીકરાનાે જન્મ થએલ તેથી ત્યાંજ હતી તેથી મોદીજીને દરરોજ મળવાનું થતું. પ્રેસ હોવાને નાતે મારા પિતાને જેલમાં જવું પડ્યું ત્યારે તે અમને અમારા વડીલબંધુની જેમ હૂંફ  આપતા.ત્યારબાદ મુરલી મનોહર જોષીજીની આગેવાની હેઠળ શ્રીનગરમાં ભારતનો ધ્વજ લહેરાવવા ,ત્યાંના ભારત વિરુદ્ધ નાજુક વાતાવરણમાં મારા પિતા અને નરેન્દ્રભાઈ પણ સાથે ગયા હતા.કાશ્મીરથી પાછા ફરીને નરેન્દભાઈએ  જે જોશપૂર્વક આખા પ્રસંગનો અમારી સમક્ષ આંખે દેખ્યો અહેવાલ, મારા પિતાને ઘેર બેસીને આપ્યો હતો તે આજે પણ મને યાદ છે.)
સંઘના પ્રચારક તરીકે દેશાટન કરીને ખરા અર્થમાં તેમણે દેશના લોકોની મુશ્કેલીઓને જાણી છે. તેની જાણ તો સૌ કોઈને છે પરતું અમારા ઘરના દરેક સુખદુ:ખના પ્રસંગે ,મારા ભાઈ,માતા કે પિતાનું મૃત્યુ હોય કે ભાઈની દીકરીના લગ્ન હોય તે સમયે તે ગુજરાતના મુખ્યપ્રધાન પદ પર હોય કે વડાપ્રધાન પદની ચુંટણીમાં અતિ વ્યસ્ત હોય તે અમારા અંગત કુટુંબીજનની જેમ હૂંફ આપવા હાજર હોય જ. ગુજરાતના મુખ્યમંત્રી બન્યા પછી પણ તેમના કોઈ અંગત કામથી મારો ભાઈ તેમના નિવાસે જાય તો તેને શું જમવાનું ગમશે? તે વિચારી તે અંગેના સૂચનો પણ સેક્રેટરીને આપીને જતા અને કહેતા  સૂર્યાબેન મારી માતા તેમને હમેશાં ગમતા ફરસાણ અને મિષ્ટાન્ન જમાડતા.તેમણે દેશ માટે કરેલ કામો માટે અને એક અદના ચાહીતા વડાપ્રધાન તરીકે તો તેમને આખી દુનિયા જાણે છે.પરતું એક મહા સન્માનનીય હોદ્દે પહોંચ્યા પછી પણ જૂના સંબંધોની ગરિમાને  આવી સરસ રીતે જાળવી રાખવા બદલ તેમને સલામ કરવાનું મન થાય છે. સંઘનાં સદસ્ય બનવા માટે દેશના આજીવન સેવક બનવાની પ્રતિજ્ઞાનું તેઓ શબ્દશ: પાલન કરે છે.આવા દેશભક્તને શત શત વંદન.તેમને આજે ફરીથી વડાપ્રધાન પદ માટે ચૂંટાઈ આવેલ જોઈને ,અમારા એક અંગત કુંટુંબીજન હોય તેમ મારું અંતર અનોખા આનંદથી ઊભરાઈ રહ્યું છે.તેમના વ્યક્તિત્વની ઓળખાણ તેમની આ કવિતા દ્વારા જ રજૂ કરીશ.
મુઠ્ઠી મેં કુછ સપને લેકર,ભરકર જેંબોંમેં આશાએં……
દિલમેં હૈ અરમાન યહી,કુછ કર જાએં,કુછ કર જાએં…..
સૂરજ સા તેજ નહી મુઝમેં, દીપકસા ચલતા દેખોગે….
અપની હદ રોશન કરને, તુમ મુઝકો કબ તક રોકોગે??તુમ મુઝકો કબ તક રોકોગે?
મૈં ઉસ માટીકા વૃક્ષ નહીં, જિસકો નદીઓને સીંચાં હૈ….
બંજર માટીમેં પલકર મૈંને ,મૃત્યુસે જીવન ખીંચા હૈ….
મૈં પત્થર પર લીખી  ઈમારત હું,શીશે સે કબ તક તોડોગે??
મિટનેવાલા મૈં નામ નહીં, તુમ મુઝકો  કબ તક રોકોગે?? તુમ મુઝકો  કબ તક રોકોગે?
ઈસ જગમેં જિતને જુલ્મ નહીં,ઉતને સહનેકી તાકત હૈં….
તાનોં કે ભી શોરમેં રહકર, સચ કહનેકી આદત હૈ….
મૈં સાગરસે ભી ગહેરા હું, તુમ કિતને કંકંડ ફેંકોંગે?
ચુન ચુન કર આગે બઢુઁગાં મૈં ,તુમ મુઝકો કબ તક રોકોગે ?તુમ મુઝકો કબ તક રોકોગે?
ઝુક ઝુક કર સીધા ખડા હુઆ,અબ ફિર ઝુકનેકા શૌખ  નહીં ….
અપનેહી હાથો રચા સ્વયંમ્, તુમસે મિટનેકા ખોફ નહીં….
તુમ હાલાતોંકી ભઠ્ઠીમેં,જબ જબ ભી મુઝકો  ઝોકોગેં ,તબ તબ સોના બનુંગાઁ મૈં…
તુમ મુઝકો કબ તક રોકોગે? તુમ મુઝકો કબ તક રોકોગે? તુમ મુઝકો કબ તક રોકોગે?

વિશુધ્ધ પ્રેમ -એક બીજા માટે સંવેદના ના પડઘા -૧૧

 

Sent from my iPad
Begin forwarded message:

From: Jigisha Patel <dilipjigisha@gmail.com>
Date: December 19, 2018 at 1:19:42 AM PST
To: Jigisha Patel <dilipjigisha@gmail.com>
Subject: વિશુદ્ધ પ્રેમ – એક બીજા માટે

સંવેદના ના પડઘા -૧૧

પતિ અને સાસરિયાના બેહૂદા વર્તનથી ત્રાહીમામ થઈ ગએલ હર્ષાએ અનેકવાર માતા-પિતાના ઘરનો દરવાજો ખખડાવ્યો .દરેક વખતે માતપિતા સમાજ શું કહેશે? તેની બીકે” તું ઘર ભાંગીને પાછી આવીશ તો પાછળની ચાર બહેનોને આપણી માળીની નાતમાં કોણ લઈ જશે?એમ કહી “ સમજાવી પાછી મોકલી દેતા.તેના પિતાનો શહેરમાં ફૂલોનો ખૂબ મોટો ધંધો અને આઠ દસ મોટી ફૂલો,હાર અને બુકે વેચવાની દુકાનોહતી.હર્ષા અને તેની બહેનોને પિતાએ ખૂબ સરસ ભણાવી.હર્ષા પણ પેથોલોજીસ્ટ થઈ શહેરની જાણીતી લેબોરેટરીમાં જોબ કરતી હતી.લગ્નબાદ સંકુચિતમાનસ વાળા સાસરિયાએ તેની જોબ છોડાવી દીધી.શ્રીમંત પણ અભણ પતિ ખૂબ હોશિયાર નેચાલાક પત્ની દબાવીને રાખવા માનસિક ને શારિરીક જુલમ કરતો.હર્ષાથી મોટી બહેન ગરબાના કલાસ ચલાવે. ગરબાના ગ્રુપને લઈને  તે અમેરિકા પ્રોગ્રામ કરવા આવવાની હતી.આ સાંભળી ને હર્ષાના મગજમાં એક વિચારનો ચમકારો થયો.સાસરામાંથી પિયર રહેવા જાઉં છું કહીને તે ઘરમાંથીનીકળી ગઈ. ગ્રુપ સાથે અમેરિકા આવી ગઈ.અમેરિકામાં જુદાજુદા શહેરોમાં શો કરીને શિકાગોથી ઈન્ડીયા જવાને દિવસે બહેનને સમજાવીને કહી દીધું “મિતા ,હું તો હવે અહીં જ રહી જાઉં છું.મારે એ નરકમાં પાછા પતિને ઘેર જવું નથી.પિતાને ત્યાં આશરો નથી ,મારી સહનશક્તિની હવે હદ આવી ગઈ છે” મોટીબહેન મિતા પણ બધું જાણતી હતી એટલે ભારહૈયે તેને હા પાડી.

શિકાગોના એરપોર્ટ પર હર્ષાના નામની ઉપરા ઉપરી અનાઉન્સમેન્ટ થઈ રહી હતી.ગરબાના ગ્રુપવાળા મિત્રો હસમુખી ને આનંદી હર્ષાની ગેરહાજરીથી ગભરાએલ હતા.તેની બેન મિતા અંદરથી સ્વસ્થ હોવા છતાં લોકો સામે ચિંતાતુર,ગભરાએલ હોવાનો ડોળ કરી રહી હતી.હર્ષાની જિગરજાન બહેનપણી વાત જાણતી હોવાથી ધ્રુસકે ધ્રુસકે રડી રહી હતી કે હવે તેને માટે તેની દિલોજાન જાણે હંમેશ માટે છૂટી પડી ગઈ………..અને જ્યારે પ્લેન આકાશમાં ઉડાન ભરવા રનવે પર દોડવા લાગ્યું તો ગરબાગ્રુપમાં અંદર અંદરની ગુસપુસે કોલાહલનું સ્વરૂપ લઈ લીધું.મિતાની આંખમાં પણ હવેતો આંસુઓ ઊભરાઈગયા.તેના ગળામાં ડૂમો ભરાઈ ગયો હતો.પરાણે ધરબી રાખેલ વેદનાથી તેની છાતી ફાટફાટ થઈ રહી હતી.આ બાજુ હર્ષા પણ પોતાની જાતને પોતે જ હિંમત આપી રહી હતી.

હર્ષા અમેરિકામાં પતિ,ભારતીય સમાજ ને પોતાની મુશ્કેલીઓથી ભાગીને રહી ગઈ હતી પણ હવે અહીં ગેરકાયદેસર રહીને જે મુશ્કેલી પડવાની હતી તેનો અંદાજ તેને નહોતો.

બે અઠવાડિયા મિતાના કોઈ સગાને ત્યાં હર્ષા રોકાઈ તે દરમ્યાન કેટલીએ જગ્યાએ નોકરી માટે ધક્કા
ખાધા.ઈલીગલનેા પગાર ૭૦ની સાલમાં કલાકના બે ડોલર ચાલતો અને ઈન્ડીયન સ્ટોર,મોટેલ કે રેસ્ટોરન્ટમાં પોતાના દેશના લોકોનું જ શોષણ માલિકો કરતા.અજાણ્યો દેશ,અજાણ્યા લોકો ની વચ્ચે બેસહારા હર્ષા કામ માટે દર દર ઠોકરો ખાઈ રહી હતી.દોમ દોમ સાહબીમાં ઉછરેલ ,ભણેલીગણેલી ,દેખાવડી અને સ્માર્ટ છોકરીની દશા ભિખારી થી બદતર હતી.શરુઆતના બે ત્રણ મહિના તો પાંચ છ લોકો સાથે એક નાના રુમમાં તે રહી.દિવસના ચૌદ કલાક કામ કરીને ,તેને દારુની ને ડ્રગની વાસવાળા ,ચરિત્રહીન લોકો સાથે રાત જાગતા રહીને ,કોઈ અજાણ્યા ભયને બીકના થરથરાટમાં જ ગુજારવી પડતી.ભણેલા ગણેલા હોશિયાર લોકો ભારતમાંથી અમેરિકાની ચકાચૌંધ જોઈ – આ ડોલરિયા દેશમાં રહી જાય છે પણ કાયદામાં આ દેશ કેટલો કડક છે તેનો અંદાજ જ તેમને હોતો નથી ને પછી “નહી ઘરનાં ને નહી ઘાટનાં “જેવી દશા થાય છે.

પોતાના દેશથી માઈલો દૂર કોઈના પ્રેમ કે હૂંફ અને સાથ સહકાર વગર ખૂબ સ્ટ્રગલ કરી ચાર પાંચ
મહિનામાં તો હર્ષા ડીપ્રેસ થઈ ગઈ હતી.હવે શિકાગોમાં શિયાળો શરુથઈ ગયો હતો.ભૂખ્યા વરુ જેવા માણસોની હવસ ભરી નજરથી બચવા તેણે એક વૃદ્ધ ના ભોંયરામાં નાની રુમમાં જગ્યા શોધી કાઢી.
હર્ષાની ઉંમર બત્રીસ અને મકાનમાલિક લીયોની પંચોતેર.હવે અહીં હર્ષા કામ કરીને આવીને થાકી હોય પણ
શાંતિથી રાતે ઊંધી શકતી. પિતાની ઉંમરના લીયો સાથે વાતચીત કરીને પણ તે તેનું દુ:ખ હળવું કરતી.
લીયો ક્યારેક તેને સ્નોમાં ગાડીમાં રાઈડ આપતો .રોજ સવાર સાંજ તેની સાથે વાતો કરીને અમેરિકામાં તે એકલી નથી તેવી હૂંફ અને પ્રેમ આપી તેને ડીપ્રેશનમાંથી બહાર કાઢવા કોશિશ કરતો.એક દિવસ
હર્ષાને ઠંડી ચડીને તાવ આવ્યો ચાર દિવસ તે ઊભી ન થઈ શકી.જોબ પર પણ આવી તબિયતે કેવીરીતે જાય? લીયો તેને દિવસમાં ત્રણવાર તેના રુમમાં જઈ કોફી અને દવા આપતો. પાંચમે દિવસે લીયો હર્ષાના રુમમાં ગયો તો તાવમાં ધગધગતી હર્ષા જાણે હોશકોશ ખોઈ લાકડું બની બેભાન જેવી અવસ્થામાં પડી હતી.
લીયો તેને ઈમરજન્સીમાં લઈ ગયો .તે સાજી ન થઈ ત્યાં સુધી તેની પાસેજ બેસી રહ્યો. તેની દીકરી ની જેમ
કાળજી લીધી.બેદિવસ પછીની સારવાર બાદ જ્યારે હર્ષાએ આંખો ખોલી ત્યારે તેની આભારવશ લાગણીથી લદબદ આંસુભરેલ આંખ જોઈ લીયો નાં આંસુ ગળામાં ફસાયા ને મોઢામાં શબ્દો અટવાયા. ક્યાંય સુધી તે હર્ષાના માથા પર હાથ ફેરવતો રહ્યો અને તેના અખંડ પ્રેમના પ્રવાહને રણની તરસી ધરતીની જેમ તે પીતી રહી.તેની અપલક નેત્રોમાંથી આંસુની ધારા પણ વહેતી રહી.

લીયો તેને ઘેર લઈ જઈને સીધો પોતાના રુમમાં જ લઈ ગયો અને હવે તેને ઉપર તેની સાથે જ હંમેશ માટે રહેવાનું ફરમાન કરી દીધું. સાજી થઈ હર્ષા જોબ પર ગઈ તો આટલા દિવસ નહી જવાથી તેની જગ્યાએ
બીજા કોઈને લઈ લીધું હતી.પરાણે મળેલ જોબ જતી રહેવાથી તે દુ:ખી ને નિરાશ થઈ પાછી ફરી.નવી જોબ
શોધવાના પ્રયત્નો તેણે શરુ કર્રી દીધા પરંતુ લીયો ના પ્રેમ,હૂંફ અને સહકારથી તેનામાં નવી તાજગી આવી ગઈ હતી.પહેલાની હસતી ,રમતી હર્ષા હવે પહેલા જેવી જ વસંતની લહેર બની ફરકી રહી હતી.તેણે લીયોનાઘરને ચોખ્ખું ચણાક કરી ,પોતાની રીતે રાચરચીલું ગોઠવી દીધું.રસોઈમાં માહિર હર્ષા રોજ અવનવી વાનગી કરી લીયો ને ગરમ ગરમ જમાડતી.આમ દિવસો વીતતા જતા તેમ તેમ લીયોને હર્ષાની કાબલીયત ને પ્રેમાળ સાફદિલીનો પરિચય થતો જતો હતો.તેને જાણે ગયા જન્મની તેની દિકરી પાછી મળી હોય તેમ લાગતું.હવે તેઓ સાથે બહાર હરવા ,ફરવા ,જમવા અને મોલમાં ગ્રોસરી કરવા પણ જતા.

અને અરે !!!!!!!એક દિવસ સવારે ઊઠી ને તેણે હર્ષાને કીધું”ચાલ તૈયાર થઈ જા”હર્ષા કહે સવાર સવારમાં કયાં જવું છે તો કહે “કોર્ટમાં” હર્ષાને કંઈ સમજાયું નહી એટલે કહે “ પણ કેમ કોર્ટમાં”તો કહે “આપણે લગ્ન
કરી લઈએ એટલે તું લીગલ થઈ જાય .એક બે કોર્સ કરીને તું તારા ફીલ્ડની જોબ કરી શકે.ગાડી ચલાવી શકે.
તું તારી જિંદગી ખરેખર માણીને જીવી શકે.”આટલું સાંભળતા તો હર્ષા દોડીને આવી ને લીયોના શર્ટના કોલર પકડી તેના છાતીમાં ગુંમ્બા મારતી મારતી હૈયા ફાટ રુદન કરવા લાગી “હેય લીયો ! તેં મારા પ્રેમને
અભડાવી દીધો………….હું તો તને મારા પિતાની જેમ પ્રેમ કરું છું”લીયોએ તેને છાતીસરસી ચાંપી દીધી
અને વહાલથી તેના માથાને ચૂમી લીધું ને કહ્યું”મારી વહાલસોયી દીકરી ,હું પણ તને દીકરીની જેમજ પ્રેમ કરું
છું.”તને અમેરિકામાં લીગલ કરવા અને કાલે હું મરી જાઉં તો મારું આવતું મોટું પેન્શન ને બધી મિલકત ને પૈસા તને કાયદેસર મળે તેમાટે આ સિવાય કોઈ રસ્તો નથી .મારી પાસે જિંદગીના થોડા દિવસ છે જેમાં મારે તને ખુશખુશ જોવી છે.”

કોઈ અનોખા આનંદને અનુભવતી હર્ષા અનિમેષ નજરે લીયોને જોતી રહી.ભારતમાં તો બધા વાતો કરે છેકે પેલી માળીની દીકરી હર્ષા કોઈ તેનાથી ચાલીસ વર્ષ મોટા અમેરિકનને પરણીને જલસા કરેછે.પણ બે વિશુદ્ધ પ્રેમી બાપ-દીકરીને સમાજની કોઈ પરવા નથી.તેમનું જીવન ફક્ત ને ફક્ત એક બીજા માટે જ છે.
સમાજની સ્વીકૃતિની તેમને કોઈ જરુર નથી.

જિગીષા પટેલ

Sent from my iPad

પ્રેમની પરિભાષા શું?

માલતીની ઊંઘ આજે હરામ થઈ ગઈહતી.તેનું ઉદ્વિગ્ન  મન અનેક જુદા જુદા વિચારોના ચકરાવે ચડ્યું હતું.તેઆખીરાત પાસા ઘસતી રહી અને વિચારતી રહી પણ કોઈ જવાબ  ન જડ્યો.પોતાની મનોસ્થિતિ જરાપણ નહોવા છતાં પતિ મહેશની સ્વીકારવી પડતી સેક્સની  માંગણી તેને અકળાવી મૂકતી હતી.જ્યારે તમારું મન અશાંત અને ઉદાસ હોય,દિલમાં કંઈ સતત ચૂભ્યા કરતું હોય ત્યારે કોઈ સ્ત્રી કેવીરીતે સેક્સ માણી કે કરી શકે?મનની ઉદાસી,દુ:ખુદ પરિસ્થિતિ કે સંજોગોની અસરપુરુષના દિલદિમાગ પર નહી થતીહોયશું?સ્ત્રીના મન વગરનું  સેક્સ તેના શરીરનો ચૂંથારો લગ્નસંબંધનો કરાતો દૂરઉપયોગ તે સ્ત્રી નું શોષણ કે જુલમ જ નથી શું?

માલતીની ત્રીસ વર્ષની દીકરી  સુહાની અકાળે વિધવા થઈ હતી.તેના  લાખોમાં એક હોય તેવા સ્માર્ટ,હેન્ડસમ પ્રેમાળ પતિનું કાર અકસ્માતમાં  મૃત્યુ થયું હતું. નાની ઉંમર અને પ્રેમલગ્નના આટલા ટૂંકા ગાળામાં જ આમ પતિને અચાનક ગુમાવતાં સુહાનીની  હાલત ગાંડા જેવી થઈ ગઈ હતી .તેમાં નાનકડા બે માસૂમ બાળકોને ને જોઈને  તો તેના આંસુ સૂકાવાનું નામ નહોતા લેતા.શહેરનાં ગણ્યાંગાંઠ્યા ધનાઢય ઉદ્યોગપતિમાં ગણતરી કરાવાતો હતો તેનો પતિ સુનીશ.બધુંજ ભર્યું ભર્યું  હતું

અને કોણ જાણે કોની નજર લાગી ગઈ સુહાનીને!!ગાંધીનગરથી એક મિટીંગ પતાવીને  આવતા 

રાતના અંધારામાં રસ્તામાં અચાનક ભેંસ આવી ગઈ અને ભેંસને બચાવવા જતા તેની મર્સિડીઝ રસ્તા પાસેના ઝાડને અથડાઈ ગઈ.તેના નસીબ ખરાબ કે મર્સિડીઝ ગાડીની એરબેગ ખુલી નહી અને ત્યાં ને 

ત્યાં જ તે પ્રભુને પ્યારો થઈ ગયો.

સુહાનીના મહેલ જેવા ઘરમાં  દરેક ખૂણે સુનીશની યાદો છવાએલ હતી.માલતી  સુહાનીને અને બાળકોને થોડા સમય માટે પોતાના ઘેર લઈ આવી હતી.પોતાની વહાલસોયી દીકરી અને તેના બાળકોની પર તૂટી પડેલ આ દુ:ખે  માલતી પણ સાવ તૂટી ગઈ હતી.આ વાતને બેમહિના થઈ ગયા હતાં છતાં તેના હ્રદયને હજુ કળ વળી નહોતી.તેની ત્રીસ વર્ષ ની દીકરી તેના આટલા નાના બાળકો

સાથે આખી જિંદગી કેવીરીતે પસાર કરશે એ વિચારે તેની ભૂખતરસ મરી ગઈ હતી અને રાતની ઊંઘ

હરામ થઈ ગઈ હતી.

માલતીના મનની આવી હાલતમાં મહેશ તેને સ્પર્શતો  તોપણ તેને તે કાળ જેવું લાગતું હતું.તેને થતું ,

શું પુરુષના મનને આ દુ:ખદ પરિસ્થિતિની અસર નહી થતી હોય? કેવીરીતે આવા સમયે તે સેક્સનો

વિચાર પણ કરી શકતો હશે!!!!    આવી પડેલ દુ:ખનું  તમારા મનહ્રદય પર હાવી  થઈ જવું ખાલીસ્ત્રીઓ પૂરતું  જ મર્યાદિત હશે!! પ્રેમ જ્યારે પરાકાષ્ઠાએ પહોંચે ત્યારે માણેલું સેક્સ એજ ખરી

અનુભૂતિ ના હોય શકે?

આજે તેનું ચૂંથાએલું તન અને  ચગદાએલું મન વિચારોના વંટોળે ચડ્યું હતું.તે પોતાની જાતને જ પૂછી 

રહી હતી.પ્રેમની પરિભાષા શું છે?આપણા દેશના પુરુષપ્રધાન સમાજમાં  લગ્નસંબંધ  એટલે સ્ત્રીએ બધી જવાબદારી નિભાવવી જેવી કે ઘર ચલાવવું,બાળકો ને કુટુંબીજનોની દરેક જરુરીયાતનું દયાન રાખવું,પતિની દરેકે દરેક કૌટુમ્બીક,સામાજિક અને શારીરિક જરુરીયાત પૂરી કરવી બસ એટલુંજ…….  લગ્નસંબંધમાં ક્યારેક સેક્સ ભૂલીને સુખમાં,દુ:ખમાં,આનંદમાં,શોકમાં,ઉત્સવમાં એકબીજાને નિર્મળ ,નિર્ભેળ ,અલોકિક પ્રેમ થી,આંખમાં આંખ પરોવી,ખાલીસુંવાળા સ્પર્શ થી સાથે હોવાનો અહેસાસ ના કરાવી શકાય??????? 

        હું  અને તું એક જ છીએ ચાલ સાથે મળી ઝેર જેવા દુ:ખને પી જઈએ એવો અહેસાસ  હાથ પકડી ને કરાવે તો કેવું?લગ્નની વેદી પર ફેરે ફેરે થએલ પ્રતિજ્ઞાનું પાલન મિત્ર બનીને

કરાવે અને રાતના અંધારામાં પોતાના રુમમાં પણ પતિ તરીકેનો અધિકાર ન જમાવે તો કેવું?????

આમ વિચારતા વિચારતાં જ માલતી ની સવાર પડી ગઈ………

માનસિકતા નથી બદલાઈ

Sent from my iPad
Begin forwarded message:

From: Jigisha Patel <dilipjigisha@gmail.com>
Date: October 30, 2018 at 6:22:54 PM PDT
To: dilipjigisha@gmail.com
Subject: માનસિકતા નથી બદલાઈ

બાર વર્ષની નીમુ તેના ભાઈની ચડ્ડી ને ટીશર્ટ પહેરીને તેના ભાઈઅને તેના મિત્રો સાથે ક્રિકેટ રમતી હતી.તેનો ભાઈ તેનાથી દોઢ વર્ષ જ મોટો હતો.નીમુ ગોરીચીટ્ટી,ગોળમટોળ ,એકદમ ચાલાક અને ટોમબોય જેવી હતી.તેને બધી છોકરાઓની રમત રમવી ગમતી.તે બધી રમતમાં છોકરાઓને હરાવી દેતી. તે ક્રિકેટ રમતી હતી અને બધા છોકરાઓ એકદમ ગભરાઈ ગયા કારણ નીમુની ચડ્ડી લોહીવાળી થઈ હતી. કોઈને કંઈ સમજ નહતી.નીમુ ને થયું કે કંઈ વાગ્યું નથીને આ લોહી ક્યાંથી આવ્યું ?તે બેટ ફેંકી ને દોડતી મા પાસે ઘરમાં ગઈ.તેને જોઈ મા બધું તરતજ સમજી ગઈ.મા મનમાં જ બબડી “હજુ તો નીમુને બાર જ વર્ષ થયા છે આ………થોડું વહેલું નથી?”મા એ નીમુને કપડાં બદલાવ્યા અને ઘરમાં એકબાજુ બેસાડી દીધી.એટલામાં જ નીમુના દાદી સેવામાંથી બહાર આવ્યા.તે રોજ નીમુને પ્રસાદ ને આરતી આપતા પણ નીમુ ના પીરીયડની વાતની ખબર પડતા તેમણે નીમુને આરતી તો આપી જ નહીં અને પ્રસાદ આપતા પણ નીમુને પોતાનાથી દૂર રહેવા કીધું અને પ્રસાદ  અછૂત હોય તેમ ઉપરથી હાથ અડી ન જાય તેમ આપ્યો.

દાદીએ કંતાનનો એક કોથળો આપી નીમુને તેની પર બેસવાનું કીધું .જમવા પણ તેને બધા સાથે ન
આપ્યું અને કીધું” બેટા આપણે ત્યાં રાજસેવા છે માટે રસોડામાં અને સેવામાં ભૂલથી પણ જતી નહી.
નીમુને આજે એકલા ખૂણામાં નીચે બેસીને જમવું પડ્યું .નીમુને કેરીનું અથાણું બહુ ભાવે.માએ અથાણું
વાટકીમાં જુદું આપ્યું ને અથાણાની બરણીને ભૂલમાં પણ નઅડાય તેમ કહ્યું.દાદીએ નીમુની માને કીધું “આજે કંસાર રંધાવજે ,નીમુ મોટી થઈ ગઈ .” નીમુનું નામ નિર્મલા હતું.

નીમુ મુંઝાઈ ગઈ હતી. ઘરમાં અને પોતાના શરીરમાં શું થઈ રહ્યું હતું ,તે કંઈ જ તેને સમજાતુ નહોતુ .ગઈકાલ સુધી બધા પર દાદાગીરી કરતી ,દોડતી,કૂદતી,છોકરાઓ સાથે ક્રિકેટ રમતી,આંબાના ઝાડ પર ચડી કેરીઓ તોડતી,મંદિરમાં આરતીના સમયે ટેબલ પર ચડી ધંટ વગાડતી નીમુને આજે એકબાજુ ખૂણામાં બેસી જવાનું!રમવાનું નહી,કોઈને અડવાનું નહી.તેની થાળીજુદી,તેને લાકડાની પાટ પર કંતાનની ગાદીવાળી પથારી જુદી,મંદિર કે રસોડામાં જવાનું નહી.વળી નખમાંય રોગ નહી એવી નીમુની લોહી નીંગળતી હાલત ને પેટમાં દુખ્યા કરે તે વધારાનું.મા કે દાદી કંઈ સમજાવે નહી ને કહે છોકરીઓ મોટી થાય એટલે દર મહિને પિરીયડ આવે.નીમુ તો આ અસ્પૃશ્યતાનું નિવારણ કેવીરીતે લાવવું તે જ વિચાર્યા કરે!

થોડા દિવસ પછી સ્કૂલમાં ડોકટર સોનલ દેસાઈ ગાયનેકોલોજીસ્ટનું પ્રવચન હતું.તેમણે સ્કૂલના બધા છોકરા,છોકરીઓને પિરીયડ એ કુદરતી શારીરિક પ્રક્રિયા છે તે ગર્ભાશયના ચિત્રો સાથે સમજાવ્યું.આ કોઈ
અપવિત્ર પ્રક્રિયા નથી પરંતુ સૌથી પવિત્ર પ્રક્રિયા છે જેને કારણે સ્ત્રી મા બનવા સક્ષમ બનેછે. આ દરમ્યાન
સેનેટરી નેપકીન વાપરી કેવીરીતે ચોખ્ખાઈ રાખવી જોઈએ તે પણ સમજાવ્યું. નીમુ હવે બધું સમજી ગઈ
હતી.તેની મા તો કહેતી પીરીયડમાં જુદા રહેવાનો રિવાજ સારો છે તે બહાને સ્ત્રી ને ચાર દિવસ આરામ મળી જાય અને પહેલા સ્ત્રીઓ કપડાં વાપરતી એટલે રસોડામાં ન અડે તો ચોખ્ખાઈ પણ જળવાય.

સમયની સવારી આગળ વધવા લાગી.નિર્મલા એન્જનિયર થઈને અમેરિકામાં સેનઓઝે આવી ગઈ.જિન્સની શોર્ટસ પહેરીને પતિ નમન સાથે ગીલરોયની ટેકરીઓ પર હાઈકીંગ કરવા જાયછે.રસ્તામાં હનુમાનજીનું મંદિર આવે છે .દર્શન કરવા પગથિયાં ચડે છે અને અડધેથી પાછી ઉતરી જાયછે.નમન પૂછે છે “કેમ પાછી જાય છે ?તો કહે છે “ફરી આવીશ દર્શન કરવા હું પિરીયડમાં છું”. બધું બદલાયું,કપડાં પરથી સેનેટરી નેપકીન અને એથી ય વધીને Tampon .પીરીયડમાં સ્ત્રીઓ બધું જ કામ ઘરનું અને બહારનું કરવા લાગી પણ ભારતીય સંસ્કૃતિના દરેક ધર્મોએ  ,સમાજ અને કુટુંબોએ ઠાંસીઠાંસીને ભરેલ માનસિકતા કેવીરીતે બદલાય? નિર્મલા જેવી કાબેલ છોકરીના મગજમાં  પીરીયડમાં મંદિરમાં ન જવાય તે વાત કેવીરીતે ઠસાવી.માસિક શારીરિક પ્રકિયા છે તેને ધર્મ સાથે શું લેવાદેવા?આ માનસિકતા તેના મગજ મા થાેપવા માટે જવાબદાર કોણ?માતા,દાદી,કુટુંબ,સમાજ કે બધાજ?માસિકધર્મ શબ્દ જ ખોટો નથી લાગતો?

૯-વાર્તા સ્પર્ધાની એક વાર્તા ‘કુટુંબ અને કારકિર્દીના ‘ ક્ષેત્ર –વચ્ચેનો સંઘર્ષ અને સમતુલન-જીગીષા પટેલ Posted on August 17, 2018 by Pragnaji મા નો કર્તવ્ય સંઘર્ષ “ મારે આજે બોર્ડ મિટીંગ છે ,નેહા તું આજે વિહાન અને ઈશાન ને સ્કૂલે થી લાવીને માર્શલ આર્ટના કલાસમાં લઈ જજે” નિરવે ટાઇની નોટ સરખી કરતાં કરતાં નેહા ને કીધું.આ સાંભળી નેહા જરા અકળાઈને બોલી” જ્યારથી મોમ-ડેડ ઇન્ડિયા ગયા છે ત્યારથી છોકરાઓનો બધો બોજો તેં મારી પર નાંખી દીધો છે ,આ નહીં ચાલે…… મારે આવતી કાલે સવારે મારી નવી પ્રોડક્ટ નું પ્રેઝન્ટેશન છે,તેની તૈયારી કરવાની છે.આ ડિરેક્ટર ની પોસ્ટ પર મારે એટલો કામનો બોજો હોય એમાં રોજ ઓફીસથી વહેલા નિકળી જવાનું મને જરાપણ ફાવતું નથી.તું તો મને કહેતો હતો કે એકવાર તારી કંપની વેચાઈ જાય પછી બધું ફોકસ મારી કેરીયર આગળ વધારવા પર કરીશું તેનું શું? નિરવે કીધું “નેહા સમજ ,મારા પાર્ટનર પરાગ નું બધું કૌભાંડ પકડાઈ ગયું છે! અમે કંપની વેચી ત્યારે કરાર થયાં હતા કે કંપની વેચી એ પછી બે વર્ષ સુધી અમારે તે કંપની સાથે રહી તેઓને બધું કામ સેટ કરી આપવું પડે.અને આ પરાગ ને તો હંમેશની જેમ જુઠ્ઠું બોલવું ને ખોટું કરવું એજ કામ છે .અમારી જૂની કંપનીના માણસો લઈને જ એણે પોતાની નવી કંપની છ મહિનામાં ચાલુ કરી દીધી છે.જેણે અમારી કંપની લીધી છે તેના વકીલોએ કેટલા કેસ તેની પર ઠોકી દીધા છે. હું નિર્દોષ છું ,બધા જાણે છે ,પણ મારે પ્રુવ તો કરવું પડે ને ! વગર કારણે મારી ઊંઘ ઉડાડી દીધી છે.એ સારો માણસ હોત તો ધમધમાટ ચાલતી કંપની તાત્કાલિક વેચી જ ન હેાત ને! “ ચાલ ડાર્લીંગ જાઉં કરીને નેહા ને ભેટી એક હળવું ચુંબન કપાળે કરી બેગ લઈને નિરવ ફટાફટ ઘરમાંથી નિકળી ગયો. નેહા એ આઠ વર્ષના વિહાન ને પાંચ વર્ષ ના ઈશાન ને ટેબલ પર દૂધ ને પેન કેક આપ્યા ને કીધું “ હું તૈયાર થઈને આવું ત્યારે મારે દૂધ ને બ્રેકફાસ્ટ પતેલા જોઈએ ,ઓકે.” આમ કહી નેહા રૂમમાં તૈયાર થવા ગઈ અને બંને છોકરાંઓ ટેબલ પરથી ઊઠીને બોલ રમવા લાગ્યા.નેહા હજુ તો વાળ ઓળતી હતી ને રસોડામાંથી કાચ ફૂટવાનો અવાજ આવ્યો. નેહા દોડતી રસોડામાં આવી તો વિહાન ના બોલ ના ફટકા થી ટેબલ પર પડેલ દૂધનો ગ્લાસ તૂટી ને આખા રસોડામાં દૂધ……દૂધ ને કાચના ટુકડા વેરાયા હતાં. નેહાને બંને દીકરાઓને જુદી જુદી સ્કૂલમાં ઉતારવાનાં,ફરીથી દૂધ બનાવવાનું,ઑફિસના કપડાં પહેરી રસોડું સાફ કરવાનું અને ટ્રાફીકમાં એક કલાક દૂર પોતાની ઓફીસ પહોંચવાનું. નેહા એકલી એકલી બબડતી હતી “કોઈરીતે પહોંચી વળાતું જ નથી.આ મારા તોફાની છોકરાઓને કેવીરીતે હેન્ડલ કરવા !કંઈ સમજાતું જ નથી”. નેહા એ ઝડપથી રસોડું સાફ કર્યું, છોકરાઓને દૂધ પીડવાવી ને પેનકેક પેપર બાઉલમાં આપી ગાડીમાં બેસાડ્યા. છોકરાંઓને કીધું “બેટા મારો કોલ ચાલુ થાય છે તમે ચુપચાપ પેનકેક ખાઈ લો”.નેહા નો કોલ ચાલુ થાય છે ને બાળકો ચૂપચાપ નાસ્તો કરે છે પણ હાઈવે પર આગળ ની ગાડી બ્રેક મારે છે તે સાથે નેહા પણબ્રેક મારે છે ને જોરથી બ્રેક વાગતા નાના ઈશુ ની પેનકેક નીચે પડી જાય છે ને તે જોર જોર થી રડવા માંડે છે. નેહા ને અગત્ય નો કોન્ફરન્સ કોલ ચાલતો હોવાથી ફોન મ્યુટ પર કરી ,ઈશુ ને પાછળ ફરી સમજાવવા ને ચૂપ રાખવા પ્રયત્ન કરે છે , ને ત્યાંતો ૮૦ માઈલની સ્પીડ પર જતી તેની ગાડી લેઈન બહાર જઈને જોરથી બાજુની ગાડી સાથે ભટકાય છે…………. ગાડી આગળની બાજુ થી અથડાઈ હોવાથી છોકરાઓ બચી ગયા હતા..અમેરિકાની બેલ્ટ બાંધવાની ફરજિયાત સીસ્ટમ ને લીધે બાળકો બચી ગયાં પણ નેહા બેભાન થઈ ગઈ હતી.સવાર નો સમય હતો હાઈવે પર ટ્રાફીક જામ થઈ ગયો.તરતજ પોલીસ ને એમબ્યુલન્સ આવી ગઈ.નેહા ને હોસ્પિટલ લઈ ગયા .બાળકો ગભરાઈ ગયા હતા ને જોર થી રડતા હતા અને તેમની મમ્મી બોલતી નહતી. પોલીસે તેમને સમજાવીને શાંત રાખ્યા, ને એકસિડન્ટના સમાચાર બાળકોના પિતા નિરવ ને આપી તેને સીધો હોસ્પિટલ બોલાવ્યો. પોલીસે બંને બાળકો બચી ગયા છે તે પણ નિરવ ને જણાવ્યું .નિરવ ના આવ્યા પહેલા નેહા ની સારવાર ચાલુ થઈ ગઈ હતી.તેના ડાબા હાથ ને પગમાં ફેકચર થયું હતું ,ને માથામાં બેઠા મારથી તે બેભાન થઈ ગઈ હતી. નિરવે આવીને બાળકોને છાતી સરસા ચાંપ્યા.ડેડીને જોઈને બાળકો પાછા રડવા લાગ્યા. નેહા ની ઈમરજન્સી વોર્ડમાં સારવાર ચાલી રહી હતી.થોડીવાર પછી નેહાને સ્ટ્રેચરમાં રુમમાં લાવ્યા ત્યારે તે ભાનમાં આવી ગઈ હતી .બાળકો માને નાકમાં ને હાથમાં ટયૂબો ને ઈંજેક્શન સાથે ભરાવેલ બોટલ ને હાથે -પગે પાટા જોઈ થોડા ગભરાઈ ગયા.નેહાએ બાળકોને નજીક બોલાવી માથે હાથ ફેરવ્યો.બાળકોને સાજા નરવા જોઈ તેનું પોતાનું બધું દુ:ખ ભૂલી ગઈ.આ બધું કરતા લગભગ સાડાબાર વાગી ગયા હતા.પોતાની આવી હાલતમાં પણ ઘડિયાળ સામું જોઈ નિરવ ને સૌથી પહેલા બાળકોનો લંચ ટાઇમ થઈ ગયો હતો ,તેથી લંચ કરાવવા કીધું.નેહા ને માથે હાથ ફેરવી તેની સાથે થોડી વાતચીત કરી ,તેને આરામ કરવાનું કહી ,બંને બાળકોને લઈને નિરવ ઘેર ગયો. નિરવ ના માતા-પિતા તેમની પ્રોપર્ટી અને પૈસા ના કામ અંગે ઇન્ડિયા ગયા હતા.નિરવના મમ્મી હીનાબેન તો નિરવના પપ્પા દિપકભાઈને રોજ સવાર પડેને કહે “મારો વિહાન ને ઈશુ તો સવારના સાત વાગે નીકળેલા સાંજે સાત વાગે પાછા આવે છે .મારો નાનકો ઈશુ તો બહુજ થાકી જાયછે.કાલે પણ ફોન પર ‘દાદી તું જલદી પાછી ‘આવ કહી ને રડતો હતો.એમાં પણ જ્યારથી રીટા ની દીકરી ના ડિવોર્સના ખબર મળ્યા છે ત્યારથી તો મને એમ થાય છેકે આપણે અહીં છ મહિના રહેવાની જરુર નથી.એ લોકો ત્યાં હાડહાડ થાય ને આપણે અહીં ગામગપાટા મારીએ તે બરોબર નહીં” હીનાબેન ની વાત સાંભળી દિપકભાઈ બોલ્યા”તારા મગજનું પણ કંઈ ઠેકાણું નથી,અમેરિકામાં રોજ બૂમાબૂમ કરતી હતી કે આ વિહાન ને ઈશાન મારું સાંભળતા નથી,બંને આખો દિવસ ઝઘડે છે,તોફાન કરે છે,રમકડાંના પથારા આખા ઘરમાં કરે છે જમવાના સમયે પણ રમ્યા જ કરે છે ને કોળિયા ભરાવું તો પણ મોમાં જ ભરી રાખે છે.આપણા છોકરાઓને તો ધોલ થપાટ પણ કરતાં ,અહીં તો એ પણ ન કરાય.હવે આ કકળાટ મારા થી સહન નથી થતો ,મારે તો હવે ઇન્ડિયા જ જતું રહેવું છે ને હજુ માંડ પંદર દિવસ અહીં આવે થયા છે ને હવે પાછા જવું છે દીકરાઓ પાસે .” હીના બેન કહે “તમને ખબર છે આ રીટા ની દીકરી ને જમાઈ બંને ડોકટર ,પ્રેમ લગ્ન કરેલ ને એક દીકરી પણ છે પણ દીકરી માટે બેમાંથી એકેયને ટાઈમ નથી આખો દિવસ ડેકેર ને નેની પાસેજ રહે છે ને માબાપ ઘરમાં હોય ત્યારે પણ ઝઘડતા જ હોય ‘તું દીકરી ને રાખ ને તું દીકરી ને રાખ ‘ છેવટે છૂટા પડ્યા.બિચારી દીકરીનો શું દોષ? આપણે દાદા-દાદી બાળકોને સ્કૂલે થી લઈ આવીએ ,મૂકી આવીએ ઘરમાં સાથે રાખી સારા સંસ્કાર આપીએ તો નેહા -નિરવ પણ શાંતિથી તેમના કામમાં દયાન આપી શકે ને બાળકોનું બાળપણ સુધરે,ચાલો ને આવતા અઠવાડિયાની ટિકિટ કરાવી લો .” અહીં નેહા હોસ્પિટલ માં સાવ એકલી દર્દથી કણસતી હતી.શનિ-રવિ પાર્ટી સાથે કરતા મિત્રો ને પણ કોઈને ચાલુ દિવસે તેની સાથે બેસવાનો ટાઈમ નથી.નિરવ છોકરાઓ પાસે છે .નેહાને તેના મમ્મી-પપ્પા,ભાઈબહેન ,કાકા-કાકી બધાં ની યાદ આવી ગઈ.તે ઇન્ડિયા માં હોત તો મા તેને ગરમ સૂપ પીવડાવતી હોત,તેની દીદી તેના પગ પર હાથ ફેરવતી હોત ને દાદી ને ડેડી તો એક મિનિટપણ તેનાથી દૂર ન ગયા હોત!!!અહીં રુમમાં તે એકલી છે , હા,બેલ મારે તો નર્સ અચૂક હાજર હોય , પણ સંબંધોની લાગણી ને હૂંફ ક્યાંથી લાવવી? .તેનું મન વિચાર ના વંટોળે ચડ્યું છે.મારા હૈયાના હાર મારા દીકરા બચી ગયા,મને પણ તરતજ ટ્રીટમેન્ટ મળી ગઈ મને કંઈ થયું હોત તો મારા દીકરા ઓ મા વગર ના થઈ ગયા હોત……….મારે હવે જોબ જ નથી કરવી.નથી જોઈતી મારે ડિરેક્ટર ની પોઝીશન ને નથી જોઈતા મારે પૈસા.મારે જોઈએ છે મારા હ્રદયના ટુકડા જેવા મારા દીકરાઓ.નિરવ છોકરાઓને મૂકીને નેહા પાસે બહુ બેસી શકતો નથી.આમ ને આમ ચાર પાંચ દિવસ નીકળી જાયછે .નિરવે તેના પપ્પા -મમ્મી ને ફોન કરીને નેહા ના અકસ્માત ની વાત કરી ,એલોકો બે દિવસમાં જ ટિકિટ કરાવી પાછા આવી ગયાં. હીના બેને તો એરપોર્ટથી સીધા જ હોસ્પિટલ જવાની જીદ કરી. તેમને તો દીકરી જેવી વહાલી નેહાની ચિંતામાં ચાર દિવસથી ખાવાનું પણ ગળે ઊતરતું નહોતુ.હોસ્પિટલ પહોંચી ને નેહાને જોઈને તે ઢીલા થઈ ગયાં ને નેહા તો મમ્મી ને વળગીને ધ્રુસકે ધ્રુસકે રડી પડી ને કહેવા લાગી “મમ્મી હું બચી ગઈ નહી તો મારા વિહુ-ઈશુ નું શું થાત? મારે હવે જોબ નથી કરવી .”નેહા હજુ અકસ્માતના ટ્રોમામાંથી બહાર જ નહોતી આવી.હીનાબેન તેના માથે હાથ ફેરવતા કીધું”બેટા હું આવી ગઈ છું ,તારે હવે કોઈ ચિંતા કરવાની જરુર નથી.તને જલદી સારું થઈ જશે.તારે જોબ છોડવાની પણ જરુર નથી .આપણી મદદ માટે મેં આનંદીબહેનની પણ ટિકિટ કરાવી છે તે હમણાં આપણા ઘેર જ રહેશે ,તે અમેરિકન સીટીઝન છે તે ધરમાં રસોઈને બધા કામમાં મને મદદ કરશે ,ને તું શાંતિથી તારી જોબ કરજે.હું ને તારા ડેડ છીએ તારે બાળકોની ચિંતા કરવાની કંઈ જરુર નથી.તારી આટલી સરસ બનેલી કેરીયર ને આમ લાગણીના આવેશમાં આવીને છોડી દેવાય ?જોબ છોડીને થોડા દિવસમાં જ તું બોર થઈ જઈશ , ને બાળકો પાંચ વર્ષ પછી મોટા થઈ તેમનામાં વ્યસ્ત થઈ જશે ત્યારે તારી કેરીયર નું શું ?આ IT ઈન્ડસ્ટ્રી જેટ વેગે આગળ વધી રહી છે એમાં તું ઘેર રહી ને કેટલી પાછળ રહી જઈશ તેનો વિચાર કર્યો છે? વિપરીત સંજોગોમાં મગજ ને શાંત રાખતા તો શીખવું જ જોઈએ.દરેક પરિસ્થિતિમાં ધીરજ થી વર્તી અડગ મનોબળ થી આગળ વધે તેજ અમેરિકામાં સર્વાઈવ થઈ શકે.જરા શાંતિથી વિચાર કર .ચાલ બેટા ,તારું મોં જોઈ લીધું એટલે મને શાંતિ થઈ ગઈ .હું હવે મારા ભૂલકાઓ પાસે જાઉં ને નિરવ ને તારી પાસે મોકલું તું આરામ કર “.કહી ફરી નેહાને માથે હાથ ફેરવી હીનાબેન ઘેર જવા નીકળ્યા. હીનાબેન ની વાત સાંભળી નેહા ફરીથી વિચારોના વંટોળે ચડી.તેને કંઈ સમજાતું નહોતુ. અકસ્માત માં તે ને તેના દીકરાઓ બચી ગયા પછી તો તેને મનથી નક્કી કરી જ નાંખ્યું હતું કે તે સો ટકા જોબ છોડી જ દેશે ને તેના બાળકો ને ઘેર રહી ઉછેરશે.જ્યારે તેના બાળકો થોડા મોટા થશે પછી જ ફરી જોબ કરશે પરંતુ દૂરંદેશી, પ્રેમાળ ને હોશિયાર સાસુમાં ની વાત સાંભળી તેને થયું મમ્મી ની વાત પણ સો ટકા સાચી છે! જીગીષા પટેલ Share this: